aa tere ganga peli tere jamuna - Lokgeeto | RekhtaGujarati

આ તીરે ગંગા પેલી તીરે જમુના

aa tere ganga peli tere jamuna

આ તીરે ગંગા પેલી તીરે જમુના

તીરે ગંગા પેલી તીરે જમુના

વસ્સે દરિયા બેટ ચાલો ભાભી સાસરીયે.

માતા છોડો, પિતા છોડો,

છોડો હવે આખું કુટુંબ.—ચાલો ભાભી.

મામા છોડો, મામી છોડો,

છોડો હવે આખુ મોસાળ.—ચાલો ભાભી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963