kyan rami awya? - Lokgeeto | RekhtaGujarati

ક્યાં રમી આવ્યા?

kyan rami awya?

ક્યાં રમી આવ્યા?

આજુની રાત કાન, ક્યાં રમી આવ્યા?

ક્યાં તમે ખેલ ખેલી આવ્યા, કૃષ્ણજી, તમે ક્યાં રમી આવ્યા?

આજુની રાત મથુરામાં રમી આવ્યા.

ગોકુલમાં ખેલ ખેલી આવ્યા, રાધાજી, અમે ન્યાં રમી આવ્યા.

પગ કેરાં ઝાંઝર તમે ક્યાં ભૂલી આવ્યા?

તોડા બેડી કેનાં ચોરી લાવ્યા? કૃષ્ણજી, તમે ક્યાં રમી આવ્યા?

આજુની રાત કાન, ક્યાં રમી આવ્યા?

ક્યાં તમે ખેલ ખેલી આવ્યા, કૃષ્ણજી, તમે ક્યાં રમી આવ્યા?

આજુની રાત મથુરામાં રમી આવ્યા.

ગોકુળમાં ખેલ ખેલી આવ્યા, રાધાજી, અમે ત્યાં રમી આવ્યા.

હાથ કેરી પોંચી તમે ક્યાં ભૂલી આવ્યા?

બંગડી કેની ચોરી લાવ્યા? કૃષ્ણજી, તમે ક્યાં રમી આવ્યા?

આજુની રાત કાન, ક્યાં રમી આવ્યા?

ક્યાં તમે ખેલ ખેલી આવ્યા, કૃષ્ણજી, તમે ક્યાં રમી આવ્યા?

આજુની રાત મથુરામાં રમી આવ્યા.

ગોકુળમાં ખેલ ખેલી આવ્યા, રાધાજી, અમે ન્યાં રમી આવ્યા.

ડોક કેરી માળા તમે ક્યાં ભૂલી આવ્યા?

કાંઠલી કેની ચોરી લાવ્યા? કૃષ્ણજી, તમે ક્યાં રમી આવ્યા?

આજુની રાત કાન, ક્યાં રમી આવ્યા?

ક્યાં તમે ખેલ ખેલી આવ્યા, કૃષ્ણજી, તમે ક્યાં રમી આવ્યા?

આજુની રાત મથુરામાં રમી આવ્યા.

ગોકુળમાં ખેલ ખેલી આવ્યા, રાધાજી, અમે ન્યાં રમી આવ્યા.

માથા કેરો મુગટ તમે ક્યાં ભૂલી આવ્યા?

મોડિયાં કેનાં ચોરી લાવ્યા? કૃષ્ણજી, તમે ક્યાં રમી આવ્યા?

આજુની રાત તમે ક્યાં રમી આવ્યા?

ક્યાં તમે ખેલ ખેલી આવ્યા, કૃષ્ણજી, તમે ક્યાં રમી આવ્યા?

આજુની રાત મથુરામાં રમી આવ્યા.

ગોકુળમાં ખેલ ખેલી આવ્યા, રાધાજી, અમે ન્યાં રમી આવ્યા.

ખંભેથી પાંભરી ક્યાં ભૂલી આવ્યા?

ચુંદડી કેની ચોરી લાવ્યા? કૃષ્ણજી, તમે ક્યાં રમી આવ્યા?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968