kuwane kanthe benDi re - Lokgeeto | RekhtaGujarati

કુવાને કાંઠે બેનડી રે

kuwane kanthe benDi re

કુવાને કાંઠે બેનડી રે

કુવાને કાંઠે બેનડી રે, બેની પાણીડાં પાવ.

રાસ ટૂટી ને ઘડો ડૂબીઓ રે, પાણી જીયાં રે પાતાર.

શેરીમાં પાણી છબછબે રે, વીરા પીતેલા જાવ;

ચલાણામાં ચૂરમું રે, વીરા જમતેલા જાવ.

કુવાને કાંઠે બેનડી રે, વીરા પાણીડાં પીતેલા જાવ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 212)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જ. રા. ચૌધરી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966