kuwaliyaman utaryan - Lokgeeto | RekhtaGujarati

કૂવલિયામાં ઉતાર્યાં

kuwaliyaman utaryan

કૂવલિયામાં ઉતાર્યાં

મેં તો પાલી ભરીને ઘઉં લાવી,

વાલા તારી વાટડી હું જોતી’તી.

મેં તો ઊભીએ ઊભીએ ભૈડા....વાલા.

મેં તો તેનો તે શેરો શેક્યો....વાલા.

મેં તો કોરા ઘડામાં ઉતાર્યો....વાલા.

મેં તો કૂવે બેસીને ખાધાં....વાલા.

મારા નાના દિયરિયે દેખ્યાં રે....વાલા.

દિયર! કોઈને ના કહીએ....વાલા.

દિયરે સાસુને સંભળાવ્યાં....વાલા.

સાસુએ સસરોને સંભળાવ્યાં....વાલા.

સસરે જેઠોને સંભળાવ્યા રે.... વાલા.

જેઠે જેઠાણીને સંભળાવ્યાં રે....વાલા.

જેઠાણીએ પરણ્યાને સંભળાવ્યાં રે....વાલા.

પરણ્યે ઊંડા કૂવલિયા ખોદાવ્યા રે....વાલા.

પરણ્યે કૂવલિયામાં ઊતાર્યાં....વાલા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 160)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957