kunwar nahin re jawa dau wan - Lokgeeto | RekhtaGujarati

કુંવર નહીં રે જવા દઉ વન

kunwar nahin re jawa dau wan

કુંવર નહીં રે જવા દઉ વન

કુંવર નહીં રે જવા દઉ વન કુંવર કાલા રે!

ઘરે હાથી ઘોડાની ઘોડાહાર કુંવર કાલા રે!

ત્યાંથી હાલી કેમ જવાય? કુંવર કાલા રે!

કુંવર નહીં રે જવા દઉ વન, કુંવર કાલા રે!

ઘરે ભાવતાં ભોજન જમતા, કુંવર કાલા રે!

ત્યાં કંઈ વનફળનો આહાર, કુંવર કાલા રે!

કુંવર નહીં રે જવા દઉ વન, કુંવર કાલા રે!

ઘરે સેજ પલંગમાં પોઢંતા, કુંવર કાલા રે!

ત્યાં કંઈ ભોંય પથારિયું હોય, કુંવર કાલા રે!

કુંવર નહીં રે જવા દઉ વન, કુંવર કાલા રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ ડી. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963