maro bhai chhe goro - Lokgeeto | RekhtaGujarati

મારો ભાઈ છે ગોરો

maro bhai chhe goro

મારો ભાઈ છે ગોરો

મારો ભાઈ છે ગોરો, ગોરો; કેડે સોનાનો દોરો, દોરો :

દોરે દોરે રાખલડી રાખલડી: ભાભી મારી ચાકરડી, ચાકરડી :

ચાકવાડે જાતી, જાતી :

ભાભી માગે ખાજુ, ખાજું : હૈયડલામાં લાજું લાજું :

રાત ભાભી હતી, હતી : એક ભાભી, વેચી, વેચી :

તેની આવી સાડી, સાડી : પહેરે ગોરધનની માડી, માડી :

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966