sambhlo odhawji - Lokgeeto | RekhtaGujarati

સાંભળો ઓધવજી

sambhlo odhawji

સાંભળો ઓધવજી

સાંભળો ઓધવજી એક વિનતી તમે,

શ્રી કૃષ્ણ વિના જીવીએ કેમ રે અમે?

ગોકુલના રહેવાસી વા’લો મથુરા ગયા,

કંસની દાસી કુબજા એનો સંગ થઈ ગયા.

કપટ કેરી વાત અમે ક્યાં જઈ કરીએ?

અંગ બળે ઓધવજી, અમે રોઈને રૈયેં.

અઘોર વનમાં મેલી વા’લો અમને ગયા,

શ્રી કૃષ્ણ કેરાં ચરણ કમલ હૃદયમાં રયાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968