kori gagarDiman soparino katko re - Lokgeeto | RekhtaGujarati

કોરી ગાગરડીમાં સોપારીનો કટકો રે

kori gagarDiman soparino katko re

કોરી ગાગરડીમાં સોપારીનો કટકો રે

કોરી ગાગરડીમાં સોપારીનો કટકો રે

હાને વળી હમલી લ્યો.

ગાગરડીને રણકે ઝણકે અમભાઈ પાણી હાલ્યા રે.

હાને વળી હમલી લ્યો.

ગાગરડીનો ઘડો વછૂટ્યો રેશમદોરી તૂટી રે.

હાને વળી હમલી લ્યો.

તો રોતો રઝળતો ઈની બૈયર પાસે આવ્યો રે.

છાનો રે છોકરડા રે તને કોને રોવરાવ્યો રે.

હાને વળી હમલી લ્યો.

જાદવોના નાને મોટે ઢાબડ ઢીબડ ઢીબ્યો રે....

હાને વળી હમલી લ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959