kope chaDhiyo kauraw kalji - Lokgeeto | RekhtaGujarati

કોપે ચઢિયો કૌરવ કાળજી

kope chaDhiyo kauraw kalji

કોપે ચઢિયો કૌરવ કાળજી

કોપે ચઢિયો કૌરવ કાળજી;

આંખ ચઢાવી, મ્હોં વિકરાળજી.

વિકરાળ મુખ રાજાતણું, ધસ્યાં અંગનાં રોમ;

આસનેથી ભડ ઉછળ્યો, તે લાત લાગી ભોમ.

કૌરવ જોવા મળ્યા ટોળે, સતી કાઢે છે લાજ;

લાજ એની નિર્ગમી, પ્રાવરણ ગ્રહી તે કાજ.

ગંગાપુત્રને ઘણા વીનવ્યા, “એમ ના ઘટે વીર!”

દુઃશાસન વળગ્યો વરુની પેરે, જઈ સતીને ચીર.

કો કોથી બોલાય નહિ, અબળા કોણ સામું જોય?

ભીમ થયો તવ રાતડો, ધર્મે તે વાળ્યો સોય.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 118)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, હરિકાન્ત ન્હાનાલાલ દીક્ષિત.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964