mehulo aawyo - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મેહુલો આવ્યો

mehulo aawyo

મેહુલો આવ્યો

ઓતર ગાજ્યો ને દખણ વરસિયો રે,

મેહુલે માંડ્યાં મંડાણ,

આવ્યો ધરતીનો ધણી મેહુલો રે.

નદી રે સરોવર છલી વળ્યાં રે,

માછલડી કરે રે કિલોળ. -આવ્યોo

ખાડા-ખાબોચિયાં છલી વળ્યાં રે,

ડેડકડી દિયે છે આશિષ. -આવ્યોo

ધોરીએ લીધાં ધુરી-ધોંસરાં રે,

ખેડુએ લીધી બેવડ રાશ. -આવ્યોo

ગાયે લીધાં ગા’નાં વાછરુ રે,

અસતરીએ લીધાં નાના બાળ. -આવ્યોo

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 276)
  • સંપાદક : હીરા રામનારાયણ પાઠક અને અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981