chakli tara khetarman - Lokgeeto | RekhtaGujarati

ચકલી તારા ખેતરમાં

chakli tara khetarman

ચકલી તારા ખેતરમાં

ચકલી તારા ખેતરમાં મેં ઝીંઝવો વાવ્યો!

ઝીંઝવે ચડી જોઉં ત્યાં કોઈ માનવી આવે!

લીલી ઘોડી પીળો ચાબખો નાનુભાઈ આવે!

ઘૂઘરીયાળી વેલ્યમાં નાની વહુ આવે!

ખોળામાં બાવલ બેટડો ધવરાવતી આવે!

દૂધે ભરી તળાવડી નવરાવતી આવે!

ખોળામાં ખારેક ટોપરાં ચવરાવતી આવે!

થાળ ભર્યો શગ મોતીએ વધાવતી આવે!

આવ્યા રે વીરા વાત કહું કિયે દેશથી આવ્યો?

છએ...... શે’રના....... શે’રથી........ આવ્યો.

ઝીણી ભરડાવું લાપસી માંહી સાકર ભેળું.

ખોબલે પીરસું ખાંડ રે વા’લ્યો વીર જમાડું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ