ખેડ્ય
kheDya
પરથમ ધણ્ય પધોરને ખેડુ, પાપનાં કૂંડાં ટાળ્ય,
બીજી ધણ્ય બહુ નામની, તારૂં પાપ સમૂળું જાય;
સાંતીડું જોડીને સમજાવિયે, રૂડાં રામનાં બી લઈ વાવીએ.
ત્રીજી ધણ્ય ત્રિભુનની ખેડુ, ત્રિભુવનિયાં તાણ્ય;
ચોથી ધણ્ય ચતુરભૂજની, તારૂં ખેતર આવ્યું વાવ્ય;
સાંતીડું જોડીને સમજોવિયેં, રૂડા રામનાં બી લઈ વાવીએ.
દયા માયાના બે બળદિયા ખેડુ, પ્રેમનાં જોતર બાંધ્ય,
રાશ્ય લીધી છે ગનાનની, તારૂં સત પારણિયે જાય;
સાંતીડું જોડીને સમજાવિયેં, રૂંડાં રામનાં બી લઈ વાવીએ.
ભક્તિ થઈ વાવણી ખેડુ, ઓરણી સાંતીડે બાંધ્ય,
પાંચ આંગળિયે પૂરજે, તારાં લાખે લેખાં થાય;
સાંતીડું જોડીને સમજાવિયેં, રૂડાં રામનાં બી લઈ વાવીએ.
ઊગીને ઓરે થીયો ખેડુ, વાડિયે કરજે મા વાડ્ય,
ચારે દશેં રાખજે સૂરતા, તો નિપજે રૂપાળી હેડ્ય;
સાંતીડું જોડીને સમજાવિયેં, રૂડાં રામનાં બી લઈ વાવીએ.
પોંક થયો, હવે પાકશે, હવે સતનો મેળો નાખ્ય,
જમ નહીં આવે ઢૂંકડા, તારો નહીં કરે ભંજવાડ;
સાંતીડું જોડીને સમજાવિયેં, રૂંડાં રામનાં બી લઈ વાવીએ.
partham dhanya padhorne kheDu, papnan kunDan talya,
biji dhanya bahu namni, tarun pap samulun jay;
santiDun joDine samjawiye, ruDan ramnan bi lai wawiye
triji dhanya tribhunni kheDu, tribhuwaniyan tanya;
chothi dhanya chaturbhujni, tarun khetar awyun wawya;
santiDun joDine samjowiyen, ruDa ramnan bi lai wawiye
daya mayana be baldiya kheDu, premnan jotar bandhya,
rashya lidhi chhe gananni, tarun sat paraniye jay;
santiDun joDine samjawiyen, runDan ramnan bi lai wawiye
bhakti thai wawni kheDu, orni santiDe bandhya,
panch angaliye purje, taran lakhe lekhan thay;
santiDun joDine samjawiyen, ruDan ramnan bi lai wawiye
ugine ore thiyo kheDu, waDiye karje ma waDya,
chare dashen rakhje surta, to nipje rupali heDya;

ponk thayo, hwe pakshe, hwe satno melo nakhya,
jam nahin aawe DhunkDa, taro nahin kare bhanjwaD;

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 37)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968