kanaiyo gowal - Lokgeeto | RekhtaGujarati

કનૈયો ગોવાળ

kanaiyo gowal

કનૈયો ગોવાળ

ઉંચી રબારણ પાંદડિયાનો છોડ, માથે રે બેડાં રબારણ દૂધનાં.

ગાયો ચારે કનૈયો ગોવાળ, વે’તી રે નદી રબારણ ઉતરી.

આગળ પાછળ વાછરડાંની હાર, કા’ને રે રબારણને પૂછિયું.

કેની ઘેડી તું, કેની છો ઘર નાર? ક્યા રે રબારીની બેટડી?

નથી પરણ્યાં, નથી ઘર ને બાર, છઈં રે રાણા રબારીની બેટડી.

રાણા રબારી સૂતો છું, કે જાગ, તારી રે ગેડીનાં માગાં આવીઆં.

આણાલીલા વાંસડિયા વઢાવ, ચોરી રે બંધાવ ચાંપામેરની.

પરણે પરણે કનૈયો ગોવાળ, પરણે રે રાણા રબારીની બેટડી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 262)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, ધીરજલાલ ડી. જોગાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966