kesrio garbo - Lokgeeto | RekhtaGujarati

કેસરીઓ ગરબો

kesrio garbo

કેસરીઓ ગરબો

કેસરીઓ રંગ તને લાગ્યો ’લ્યા ગરબા,

કેસરીઓ રંગ તને લાગ્યો રે લોલ.

ઝીણી ઝીણી જાળીઓ મેલાવી ’લ્યા ગરબા,

ઝીણી ઝીણી જાળીઓ મેલાવી રે લોલ.

થોડા થોડા સાથિયા પુરાવ્યા ’લ્યા ગરબા,

થોડા થોડા સાથિયા પુરાવ્યા રે લોલ.

કોને કોને માથે ઘૂમ્યો ’લ્યા ગરબા,

કોને કોને માથે ઘૂમ્યો રે લોલ.

અંબે માને માથે માથે ઘૂમ્યો ’લ્યા ગરબા,

અંબે માને માથે ઘૂમ્યો રે લોલ.

ગઢ આરાસુરથી આવ્યો ’લ્યા ગરબા,

ગઢ આરાસુરથી આવ્યો રે લોલ.

ચાચરના ચોકમાં ઘૂમ્યો ’લ્યા ગરબા,

ચાચરના ચોકમાં ઘૂમ્યો રે લોલ.

બહુચર માને માથે ઘૂમ્યો ’લ્યા ગરબા,

બહુચર માને માથે ઘૂમ્યો રે લોલ.

ગઢ પાવાગઢથી આવ્યો ’લ્યા ગરબા,

ગઢ પાવાગઢથી આવ્યો રે લોલ.

ચાંપાનેરના ચોકમાં ઘૂમ્યો ’લ્યા ગરબા,

ચાંપાનેરના ચોકમાં ઘૂમ્યો રે લોલ.

કેસરીઓ રંગ તને લાગ્યો ’લ્યા ગરબા,

કેસરીઓ રંગ તને લાગ્યો રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 302)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, જેઠાલાલ ત્રિવેદી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968