kesariyo ghoDo - Lokgeeto | RekhtaGujarati

કેસરિયો ઘોડો

kesariyo ghoDo

કેસરિયો ઘોડો

કૂવાને કાંઠે કેવડો વરણાગિયા!

કેવડો લે’રી લે’રી જાય કેવડો લેને ગોવાળિયા!

છાનો માનો તો મૂવા કલિયાં વસાવી દે,

બાપા દેખે ને કેમ પે’રું, મીઠાલાલ ખેધે પડ્યો છે.

દેખે તો દેખવા દે હાવ કેમ છોડું બાલમજી!

કાળિયા ખેતરમાં વાટ, કેસરિયો ઘોડો બાલમજી!

છાનો માનો તો મૂવા, હાંસલી વસાવી દે,

બાપા દેખેને કેમ પે’રું, મીઠાલાલ ખેધે પડ્યો છે.

દેખે તો દેખવા દે હાવ કેમ છોડું બાલમજી!

કાળિયા ખેતરમાં વાટ, કેસરિયો ઘોડો બાલમજી!

છાનો માનો તો મૂવા, દોરલા વસાવી દે,

બાપા દેખેને કેમ પે’રું, મીઠાલાલ ખેધે પડ્યો છે.

દેખે તો દેખવા દે હાવ કેમ છોડું બાલમજી!

કાળિયા ખેતરમાં વાટ, કેસરિયો ઘોડો બાલમજી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 149)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957