kesariya wanman - Lokgeeto | RekhtaGujarati

કેસરિયા વનમાં

kesariya wanman

કેસરિયા વનમાં

કેસરિયા વનમાં રે છાંયા છે,

ત્યાં રમે હરિના લાલ, હરિ મને વા’લા છે.

વાલમજી ઓરજો રે કડલાં,

એની પે’રનારી હુંશિયાર, હરિ મને વા’લા છે.

કેરસિયા વનમાં રે છાંયા છે,

ત્યાં રમે હરિના લાલ, હરિ મને વા’લા છે.

વાલમજી, ઓરજો રે ચુડલા,

એની પે’રનારી હુંશિયાર, હરિ મને વા’લા છે.

કેસરિયા વનમાં રે છાંયા છે,

ત્યાં રમે હરિના લાલ, હરિ મને વા’લા છે.

વાલમજી, ઓરજો રે ઝુમણાં,

એની પે’રનારી હુંશિયાર, હરિ મને વા’લા છે.

કેસરિયા વનમાં રે છાંયા છે,

ત્યાં રમે હરિના લાલ, હરિ મને વા’લા છે,

વાલમજી, ઓરજો રે નથડી,

એની પે’રનારી હુંશિયાર, હરિ મને વા’લા છે.

કેસરિયા વનમાં રે છાંયા છે,

ત્યાં રમે હરિના લાલ, હરિ મને વા’લા છે.

વાલમજી, ઓરજો રે ટીલડી,

એની પે’રનારી હુંશિયાર, હરિ મને વા’લા છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968