kesariya lal - Lokgeeto | RekhtaGujarati

કેસરિયા લાલ

kesariya lal

કેસરિયા લાલ

નવે નાગણિયુંના રાફડા, કેસરિયા લાલ,

ચડ્યો બાળુડો નાગ રે, કેસરિયા લાલ.

ડોક પરમાણે દાણિયું, કેસરિયા લાલ,

ઝરમરની બે બે જોડ્યું રે, અમને ક્યોને કેસરિયા લાલ.

હાથ પરમાણે ચૂડલો, કેસરિયા લાલ,

વાડલાની બબ્બે જોડ્યું રે, અમને ક્યોને કેસરિયા લાલ.

નાક પરમાણે નથડી, કેસરિયા લાલ,

ટીલડીની બે બે જોડ્યું રે, અમને ક્યોને કેસરિયા લાલ.

પગ પરમાણે કડલાં, કેસરિયા લાલ,

કાંબિયુંની બે બે જોડ્યું રે, અમને ક્યોને કેસરિયા લાલ.

નવે નાગણિયુંના રાફડા, કેસરિયા લાલ,

ચડ્યો બાળુડો નાગ રે, કેસરિયા લાલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 195)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ખોડીદાસ પરમાર, શીલાબેન મેરૂભાઈ, જીવીબેન ડોડિયા, રતનબેન વેગડ, જીવીબેન ચૌહાણ, વખતબેન પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968