kenthi nai toDun - Lokgeeto | RekhtaGujarati

કેંઠી નૈ તોડું

kenthi nai toDun

કેંઠી નૈ તોડું

કૂવાને ટોટલે સાધુ વેરાગી,

સાધુડાને પાણી પાવાં, હરિ વના કેમ ચાલે?

રાશે પોંતે ના મારો ઘડો ના ડૂબે;

કેમ કરી પાણી પાવાં? હરિ.

ચીર ફાડીને મેં તો ઘડો ડૂબાડ્યો,

સાધુલાંને પાણી પાયાં! હરિ.

બેડું ભરીને મેં તો ઘેર સધાઈરાં,

ઊંબરામેં સાસુ ઊભાં? હરિ.

કેંઠી તોડો તો વઉ ઘરમેં પેસો;

ઝાંપે ઝૂંપડી? બંધાવો.

કેંઠી નૈ તોડું તારી ઘરમેં નૈ પેસું!

ઝાંપે ઝૂંપડી બાંધું? હરિ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 204)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957