katakshchitr - Lokgeeto | RekhtaGujarati

કટાક્ષચિત્ર

katakshchitr

કટાક્ષચિત્ર

ભોળાં ગોળાં લાડી બેન લાલ સીંધવરણી.

એવા કાળાએ મન મોયાં લાલ સીંધવરણી.

એનું ગોળી જેવડું માઠું લાલ સીંધવરણી.

એના હૂપડાં જેવડા કાન લાલ સીંધવરણી.

એનું નળિયાં જેવડું નાક લાલ સીંધવરણી.

એનું ગાગળ જેવડું પેટ લાલ સીંધવરણી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957