kanyawiday 1 - Lokgeeto | RekhtaGujarati

કન્યાવિદાય - ૧

kanyawiday 1

કન્યાવિદાય - ૧

સુખીબેન લમટાં ળે ભલ્લા મોગળિયા હેઠ,

લમટાં ને ભમટાં ળે સુખીબેન બંઢ પઈડાં.

મેં ની જઈણું લે માળા વીળા સમળઠ,

બંઢને પઈડાં ળે વીળા છોડવે!

વીળે આલી ળે ભલ્લી ગવળીની જોડ,

ભાભીએ આલી ળે ડોવા ટાંબડી!

[લગ્ન એટલે બંધન. આજ સુધી ભાઈને ત્યાં રમતી હતી, ખેલતીકૂદતી ને ગીત ગાતી. આજે રમત પૂરી થાય છે અને સદાને માટે બંધનમાં પડે છે. એણે જાણ્યું કે એનો સમર્થ વીરો બંધનમાંથી છોડાવશે; પણ એણે તો ગવરીની જોડ આપી અને બાભીએ દોહવા તાંબડી આપી વિદાય દઈ દીધી.]

સુખીબેન રમતાં રે ભલા મોગરિયા હેઠ,

રમતાં ને ભમતાં રે સુખીબેન બંધ પડ્યાં!

મેં નહિ જાણ્યું રે મારા વીરા સમરથ

બંધને પડ્યાં રે વીરા છોડવે!

વીરે આલી રે ભલી ગવરીની જોડ,

ભાભીએ આલી રે દો’વા ત્રાંબડી!]

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957