kanuDo wa’lo - Lokgeeto | RekhtaGujarati

કાનુડો વા’લો

kanuDo wa’lo

કાનુડો વા’લો

રે મારો કાનુડો વા’લો રે, પગમેં પે’રી લાલ મોજડી;

રે મારો કાનુડો વા’લો રે, હાથમેં ઝાલી રંગત લાકડી.

રે મારો કાનુડો વા’લો રે, ગોધન ચારવા નીસરો.

રે મારો કાનુડો વા’લો રે, આજેનાં ધણ કાં ચારીઆં રે?

રે મારો કાનુડો વા’લો રે, જમના તેડે રૂડો ઝીંઝવો રે.

રે મારો કાનુડો વા’લો રે, આજનાં ધન કાં બેસાઈરાં રે?

રે મારો કાનુડો વા’લો રે, જમના તેડે રૂડાં ગોંદરાં રે.

રે મારો કાનુડો વા’લો રે, આજનાં દૂધ કાં કાઢિયાં રે?

રે મારો કાનુડો વા’લો રે, જમના તેડે રૂડાં ચૈડવા રે.

રે મારો કાનુડો વા’લો રે, આજેનાં છાશ કાં વલોવિયાં રે?

રે મારો કાનુડો વા’લો રે, જમના તેડે રુડી ગોળીઓ રે.

રે મારો કાનુડો વા’લો રે, આજેનાં ઘી કાં તાળિયાં રે;

રે મારો કાનુડો વા’લો રે, જમના તેડે રૂડાં તાળલાં રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 241)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, રેવાબહેન તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966