શાણાં થઇએ સહુને ગમીએ
shanan thaiye sahune gamiye
શાણાં થઇએ સહુને ગમીએ જાતીલા કહેવાઈ રે!
જાતીલાને એ શિખામણ કજાત ન કહીએ રે! ...શાણાં.
ગામમાં સાસરું ગામમાં પિયર વગર તેડે ન જઈએ જી રે!
રોજ જવાથી ભાવ ઘટે છે એ વડલા ન કરીએ જી રે! ...શાણાં.
માથા ઓળીએ સેંથા પૂરીએ દર્પણમાં ન જોઈએ જી રે!
મોટાં દેખી દર્પણ ન દેખીએ એ વડલા ન કરીએ જી રે! ...શાણાં.
દેર સાથે હસીએ રમીએ હાથતાળી ન દઈએ જી રે!
કોઈ કહે કોની નારી એ વડલા ન કરે જી રે! ...શાણાં.
માથે ઓઢી રોજ ફરીએ આંગણીએ ન ઊભીયે જી રે!
કોઈ કહે કોની દીકરી એ વડલા ન કરીએ જી રે! ...શાણાં.
વાતો કરતાં હસીને ન બોલીએ જી રે!
કોઈ કહે છે કજાત નારી એ વડલા ન કરીએ જી રે! ...શાણાં.
shanan thaiye sahune gamiye jatila kahewai re!
jatilane e shikhaman kajat na kahiye re! shanan
gamman sasarun gamman piyar wagar teDe na jaiye ji re!
roj jawathi bhaw ghate chhe e waDla na kariye ji re! shanan
matha oliye sentha puriye darpanman na joie ji re!
motan dekhi darpan na dekhiye e waDla na kariye ji re! shanan
der sathe hasiye ramiye hathtali na daiye ji re!
koi kahe koni nari e waDla na kare ji re! shanan
mathe oDhi roj phariye angniye na ubhiye ji re!
koi kahe koni dikri e waDla na kariye ji re! shanan
wato kartan hasine na boliye ji re!
koi kahe chhe kajat nari e waDla na kariye ji re! shanan

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 55)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1964