panwaDiman dipDo - Lokgeeto | RekhtaGujarati

પાનવાડીમાં દીપડો

panwaDiman dipDo

પાનવાડીમાં દીપડો

પાનવાડીમાં દીપડો, નથુ પાનવાડીમાં દીપડો;

ભાણી ને ભાણેજ રુએ રજપૂતીયા.

આપણા શેઢા સાચવે, નથુ શેઢા સાચવે;

રેંધાની વાડ શેઢા સાચવે રજપૂતીયા.

ધારું ધાન છે, નથુ ધારું ધાન;

ધાનની પછવાડે આવી સૂતો રજપૂતીયા.

બાર બાર બંધુકું, નથુ બાર બાર બંધુકું;

તેરહેં તલવારે દીપડો મારવો રજપૂતીયા.

તારી માતા વારે, નથુ તારી માતા વારે;

તારો દાદો વારે, નથુ તારો દાદો વારે;

બેટા દીપાને નથી મારવો રજપૂતીયા.

આંધળા માબાપ છે, નથુ આંધળા માબાપ;

આંધળાની દોલત ના આવી રજપૂતીયા.

બારહેં બંધુક છે, નથુ બારહેં બંધુક;

તે રહેં તલવારે દીપડો મારવો રજપૂતીયા.

ઉગમણો મેડો, નથુ ઉગમણો મેડો;

આથમણા બારના તારા પડદા રજપૂતીયા.

નીતરતી જોઈ તારી લાશ રે રજપૂતીયા,

આંધળા માતાની દોલત આવી રજપૂતીયા;

તારો બાંધવ રોવે, દીપા તારો બાંધવ રોવે;

સમણે બાંધવ ભાંગી રજપૂતીયા.

પરદેશી બોન છે, વીરા પરદેશી બોન છે;

પરદેશણ બોલ ભેળા નો થ્યા રજપૂતીયા.

ભાણેજ રોવે, દીપા ભાણેજ રોવે;

મારે મામાના પડ્યા કાલ રજપૂતીયા.

હાટે હડતાલ છે, દીપા હાટે હડતાલ છે;

બજારે ડાયરા રુવે રજપૂતીયા.

રેડીયા કહુંબા, દીપા રેડીયા કહુંબા;

રેડીયા કહુંબા ઊંધા પડીયા રજપૂતીયા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964