jasoda ne dewkiji be benDi re - Lokgeeto | RekhtaGujarati

જસોદા ને દેવકીજી બે બેનડી રે

jasoda ne dewkiji be benDi re

જસોદા ને દેવકીજી બે બેનડી રે

જસોદા ને દેવકીજી બે બેનડી રે,

બેઉ બેની જળ ભરવા જાય રે વાલા!

નાની બહેને મોટી બેનને પૂછીયું રે!

કહો બેની કેટલા માસ વાલા?

પહેલો માસ તો એળે ગીયો રે!

બીજલો જણ અજાણ વાલા,

ત્રીજે માસે સૈયરને સંભળાવ્યું રે’!

ચોથલો જાણ અજાણ વાલા,

પાંચમે પંચમાસી બાંધો રાખડી રે!

છઠલે ચુરમાનો ભાવ વાલા,

સાતમે હતભાગી બાંધી રાખડી રે!

આઠમે મૈયર વળાવ વાલા,

નવમા માસે કાન કુંવર જલમીયાં!

સોનાસહીયા નાળીયેર વધેર વાલા!

રૂપાં કો ચે ભોંમાં ફંડારીયા રે!

પાણી મેલી દૂધે નવરાવીયા વાલા,

ચોખા મેલી મોતીડે વધાવીયા રે!

ખીનખાપના ખોયા બંધાવ વાલા,

હીર ફાટી ચીરના બાળોતીયા રે!

હીરલાની દોરી છે હાથ વાલા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964