hirni manki bhariyeli chhe - Lokgeeto | RekhtaGujarati

હીરની માંકી ભરીયેલી છે

hirni manki bhariyeli chhe

હીરની માંકી ભરીયેલી છે

હીરની માંકી ભરીયેલી છે બંસીને વ્હાલા ગીરધારી!

બેસણીયે બેસી ગામ સિધાવો મારા વાલા!

રામદરિયે તું શીદ ગીયો સે ખારે રે વાલા!

ઉતરવાનો મળે એકેય આરા મારા વાલા!

મેં જાણ્યું કે ધોળી એટલી છાશ રે મારા વાલા!

જાતે ને જનવારે માંડી કાશ મારા વાલા!

મેં જાણ્યું કે ઉજળું એટલું દૂધ રે મારા વાલા!

જાતે ને જનવારે માંડ્યુ જુદ્ધ મારા વાલા!

મેં જાણ્યું કે લીલા એટલા મગડા રે મારા વાલા!

જાતે ને જનવારે માંડ્યા ઝગડા મારા વાલા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964