kalindagiri nandini ashtak - Lokgeeto | RekhtaGujarati

કલિંદગિરિ નંદિની-અષ્ટક

kalindagiri nandini ashtak

કલિંદગિરિ નંદિની-અષ્ટક

(છંદ : ખંડ ઝૂલણા)

શરન-પ્રતિપાલ ગોપાલ-રતિ-વર્ધિની;

દેત પતિ પદ-પ્રિય, કંત સન્મુખ કરત.

અતુલ કરુણામયી નાથ-અંગ-અર્ધની;

કરો અબ કૃપા, કાલિંદગિરિ નંદિની—ટેક

દીન જન જાન, રસપુંજ કુંજેશ્વરી

રમત રસ રાસ પ્રિયસંગ નિશ શરદની—શરન. 1

ભક્તિ દાયક સકલ, ભવસિધુ-તારિણી:

કરત વિધ્વંસ જન અખિલ અધ-મર્દની-શરન. 2

રહત નંદસુનુ તટ, નિકટ નિશદિન સદા

ગોપ ગોપી રમત, મધ્ય રસ-કંદની:—શરન. 3

કૃષ્ણ-તન-વરણ ગુણધર્મ શ્રી કૃષ્ણ કે

કૃષ્ણ-લીલામયી, કૃષ્ણ-સુખ-કંદની:—શરન. 4

પદ્મજા પાય તુવ સંગહી મુરરિપુ

સકલ સામર્થ્ય ભઈ, પાપકી ખંડની:—શરન. 5

કૃપારસ પૂર વૈકુંઠ પદકી સીઢી

જગત વિખ્યાત શિવશેષ શિર-મંડની:—શરન. 6

પર્યા પદકમલ તર, ઔર સબ છાંડકે

દેખ દગ કર દયા, હાસ્ય મુખ મંદની:—શરન. 7

ઉભય કર જોર, કૃષ્ણદાસ વિનતી કરે,

કરો અબ કૃપા, કલિંદ-ગિરિ-નંદિની:—શરન. 8

કરો અબ કૃપા, કલિંદ-ગિરિ-નંદિની!

રસપ્રદ તથ્યો

[ગુજરાતના ચરોતરમાંથી સોળમા-સત્તરમા શતકના અરસામાં શ્રી વલ્લભાચાર્ય તથા તેમના પુત્ર ગોસ્વામી શ્રી વિઠ્ઠલનાથજીના શિષ્ય બનેલા કૃષ્ણદાસે સુંદર કૃષ્ણકીર્તન રચ્યાં છે. વ્રજભાષાનાં ‘અષ્ટછાપ’ કવિઓનાં પદકીર્તનો પ્રભુ સેવામાં કામ લેવાની સંયોજના શ્રી વિઠ્ઠલનાથજીએ કરી, ત્યારે ગુજરાતી વૈષ્ણવ કવિ કૃષ્ણદાસને એક ‘અષ્ટછાપ’માં સ્થાન આપીને તેમનું ગૌરવ કર્યં હતું. તેમણે વ્રજભાષામાં રચેલું ‘કલિંદગિરિ નંદિની’—કાલિંદી—યમુનાનું આ સ્તોત્ર, સંગીતક્ષમ અને સામાસિક પદોથી પ્રૌઢી પામેલું એવું પ્રાસાદિક કીર્તન છે—સંપાદક]

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966