kali re mati lal chekni - Lokgeeto | RekhtaGujarati

કાળી રે માટી લાલ ચેકણી

kali re mati lal chekni

કાળી રે માટી લાલ ચેકણી

કાળી રે માટી લાલ ચેકણી, લહચ્યો ને મારો પૉગ.

બેડું રે મારું નંદવાસે.

નેવે જઈ તાણી જેઠજી રે ઊભા, ચમકરી ઘરૂંડે જેશ.

બેડું રે મારું નંદવાસે. કાળી રે માટી.

પડશાળે જઈ તાણી સાસરોજી ઊભા ચમકરી ઘરૂંડે જેશ.

બેડું રે મારું નંદવાસે. કાળી રે માટી.

ઓરડે જઈ તાણી સાસુજી ઊભાં ચમકરી ધરૂંડે જેશ.

બડું રે મારું નંદવાસે. કાળી રે માટી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 172)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનસુખરામ ના. પાઠક
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959