kali kali matino kadwiyo winchhiyo - Lokgeeto | RekhtaGujarati

કાળી કાળી માટીનો કાદવીયો વીંછીયો

kali kali matino kadwiyo winchhiyo

કાળી કાળી માટીનો કાદવીયો વીંછીયો

કાળી કાળી માટીનો કાદવીયો વીંછીયો,

વીંછાડે ડંખ માર્યા રે, ઝેરી વીંછીયો!

પગ પરમાણે કડલાં લઈ આવો,

કાંબડીનો લા’વ લેવરાવો રે, ઝેરી વીંછીયો!

કાળી કાળી માટીનો કાદવીઓ વીંછીયો,

વીંછીડે ડંખ માર્યા રે, ઝેરી વીંછીયો!

હાથ પરમાણે ચુડલો લઈ આવો,

બંગડીનો લા’વ લેવરાવો રે, ઝેરી વીંછીયો!

કાળી કાળી માટીનો કાદવીયો વીંછીયો!

વીછીડે ડંખ માર્યા રે, ઝેરી વીંછીયો!

નાક પરમાણે નથડી લઈ આવો!

ટીલડીનો લા’વ લેવરાવો રે, ઝેરી વીંછીયો!

કાળી કાળા માટીનો કાદવીઓ વીંછીયો!

વીંછીડે ડંખ માર્યા રે, ઝેરી વીંછીયો!

ડોક પરમાણે ઝુમણાં લઈ આવો,

કાંઠલીનો લા’વ લેવરાવો રે, ઝેરી વીંછીયો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 224)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966