kale awshe shokya - Lokgeeto | RekhtaGujarati

કાલે આવશે શોક્ય

kale awshe shokya

કાલે આવશે શોક્ય

મારા વાડામાં બીજોરી, બીજોરાં લ્યો,

ફરતાં ઉઘડ્યાં ફૂલ રે, બીજોરાં લ્યો.

એક ફૂલડું બેડિયું, બીજોરાં લ્યો,

રંગની હાલી રેલ રે, બીજોરાં લ્યો.

આછાં છાયલ બોળિયાં, બીજોરાં લ્યો,

પડી પટોળે ભાત રે, બીજોરાં લ્યો.

ઓઢી પે’રીને પાણી સાંચર્યાં, બીજોરાં લ્યો,

પાટણના ગઢ હેઠ્ય રે, બીજોરાં લ્યો.

નાનો દેરીડો સામો મળ્યો, બીજોરાં લ્યો.

કાલે આવશે શોક્ય રે, બીજોરાં લ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 247)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968