kalajugna wayra - Lokgeeto | RekhtaGujarati

કળજુગના વાયરા

kalajugna wayra

કળજુગના વાયરા

કળજુગના વાયરા, સરકારી કાયદા

બાબુભાઈ પરણ્યા વિના કેમ ચાલશે?

કહો તો બાબુભાઈ વીંટી ઘડાવી દઉં,

મીનો પુરાવી દઉં, પરણ્યા વિના કેમ ચાલશે?

કહો તો બાબુભાઈ બટ્ટન ઘડાવી દઉં,

ચૂની પુરાવી દઉં, પરણ્યા વિના કેમ ચાલશે?

કહો તો બાબુભાઈ ઘડિયાળ મંગાવી દઉં,

પટ્ટો ઘડાવી દઉં, પરણ્યા વિના કેમ ચાલશે?

કળુજુગના વાયરા ને સરકારી કાયદા

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 117)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959