kala re karashanji - Lokgeeto | RekhtaGujarati

કાળા રે કરશનજી...

kala re karashanji

કાળા રે કરશનજી...

કાળા રે કરશનજી મથુરાના રહેવાસી,

કાળા કરશનજી કેશરિયા વાઘા,

કાનજી કહે છે બે’ની ઓરેરા આવો,

દેવકીજી દેવલોક ફીમ પરણે?—મથુરા.

સોનાનો માંડવો ને સોનાની વળીઉ!

સાવરે સોનાના માણેકસ્થંભ રે!—મથુરા.

કાનજી કહે છે બે’ની ઓરેરા આવો!

મરતુકલોક ફીમ પરણે?

લાકડાનો માંડવો ને લાકડાની વળીઉ!

લાકડાનો કોર્યો માણેકસ્તંભ રે!—મથુરા.

દેવકીજી મરતુકલોક ઈમ પરણે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964