મોતી સવા લાખનું
moti sawa lakhanun
એક જ મોતી સવા સવા લાખનું,
સોનાના તાજવે તોળાય રે;
જમનાના કાંઠડે ભૂલી જઈ મોતીનો હાર,
દાદા તે મોરા, રાજાના રાજા,
માતા શે સમદર માંયલી વેળ;
જમનાના કાંઠડે ભૂલી જઈ મોતીનો હાર,
એક જ મોતી સવા સવા લાખનું,
સોનાના તાજવે તોળાય રે;
જમનાના કાંઠડે ભૂલી જઈ મોતીનો હાર,
કાકા તે મોરા, રાજાના રાજા,
કાકી શે આભ માંયલી વીજળી;
જમનાના કાંઠડે ભૂલી જઈ મોતીનો હાર,
એક જ મોતી સવા સવા લાખનું,
સોનાના તાજવે તોળાય રે;
જમનાના કાંઠડે ભૂલી જઈ મોતીનો હાર,
વીરા તે મોરા, રાજાના રાજા,
ભોજઈ શે વાડી માંયલી વેલ;
જમનાના કાંઠડે ભૂલી જઈ મોતીનો હાર,
એક જ મોતી સવા સવા લાખનું,
સોનાના તાજવે તોળાય રે;
જમનાના કાંઠડે ભૂલી જઈ મોતીનો હાર,
ek ja moti sawa sawa lakhanun,
sonana tajwe tolay re;
jamnana kanthDe bhuli jai motino haar,
dada te mora, rajana raja,
mata she samdar manyli wel;
jamnana kanthDe bhuli jai motino haar,
ek ja moti sawa sawa lakhanun,
sonana tajwe tolay re;
jamnana kanthDe bhuli jai motino haar,
kaka te mora, rajana raja,
kaki she aabh manyli wijli;
jamnana kanthDe bhuli jai motino haar,
ek ja moti sawa sawa lakhanun,
sonana tajwe tolay re;
jamnana kanthDe bhuli jai motino haar,
wira te mora, rajana raja,
bhoji she waDi manyli wel;
jamnana kanthDe bhuli jai motino haar,
ek ja moti sawa sawa lakhanun,
sonana tajwe tolay re;
jamnana kanthDe bhuli jai motino haar,
ek ja moti sawa sawa lakhanun,
sonana tajwe tolay re;
jamnana kanthDe bhuli jai motino haar,
dada te mora, rajana raja,
mata she samdar manyli wel;
jamnana kanthDe bhuli jai motino haar,
ek ja moti sawa sawa lakhanun,
sonana tajwe tolay re;
jamnana kanthDe bhuli jai motino haar,
kaka te mora, rajana raja,
kaki she aabh manyli wijli;
jamnana kanthDe bhuli jai motino haar,
ek ja moti sawa sawa lakhanun,
sonana tajwe tolay re;
jamnana kanthDe bhuli jai motino haar,
wira te mora, rajana raja,
bhoji she waDi manyli wel;
jamnana kanthDe bhuli jai motino haar,
ek ja moti sawa sawa lakhanun,
sonana tajwe tolay re;
jamnana kanthDe bhuli jai motino haar,



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 107)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968