kai be’na te warnan wakhan kare - Lokgeeto | RekhtaGujarati

કઈ બે’ન તે વરનાં વખાણ કરે

kai be’na te warnan wakhan kare

કઈ બે’ન તે વરનાં વખાણ કરે

કઈ બે’ન તે વરનાં વખાણ કરે, એનો વર છે કુંભાર

તંબોળીડો રે, રંગ રાતો છે.

હાલ્લાં તો ઘડતાં આવડે નહિ, ને ચાકનો વાળ્યો છે દાટ

તંબોળીડો રે, રંગ રાતો છે.

કઈ બે’ન તે વરનાં વખાણ કરે, એનો વર છે હજામ

તંબોળીડો રે, રંગ રાતો છે.

હજામત કરતાં તો આવડે નહિ ને અસ્તરાનો વાળ્યો છે દાટ

તંબોળીડો રે, રંગ રાતો છે.

કઈ બે’ન વરનાં વખાણ કરે, એનો વર છે ભઠિયારો,

તંબોળીડો રે, રંગ રાતો છે.

રસોઈ કરતાં તો આવડે નહિ ને ચૂલાનો વળ્યો છે દાટ

તંબોળીડો રે, રંગ રાતો છે.

કઈ બે’ન વરનાં વખાણ કરે, એનો વર છે તંબોળી

તંબોળીડો રે, રંગ રાતો છે.

બીડાં તો વાળતાં આવડે નહિ ને કાથા ચૂનાનો વાળ્યો છે દાટ

તંબોળીડો રે, રંગ રાતો છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનુભાઈ જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959