kagdar wilak waje - Lokgeeto | RekhtaGujarati

કાગદર વીલક વાજે

kagdar wilak waje

કાગદર વીલક વાજે

કાગદર વીલક વાજે કોટી પાલે રે મા’રાજ

કાગદરમાં કળાગાવાળુ ઝાઝુ રે મા’રાજ

વીલકમાં ડાંમાંરીવાળુ ગાઝુ રે મા’રાજ

ડાંમાંરાંની સોરીઓવાળુ ઝાઝુ રે મા’રાજ

ડુંગરપોરને ડુંગરે સારો હીરો રે મા’રાજ

ડાંમાંરાંની સોરીઓ સારો વાડે રે મા’રાજ

કળાગાના સોરા રાડી સાટેં રે મા’રાજ

કળાગાના સોરા કાંગડી રળે રે મા’રાજ

ડાંમાંરાંની સોરીઓ રઈને બોલે રે મા’રાજ

નથી કરો કલાગાંનાં સોરાં રે મા’રાજ

આપડે તો પાડાહેમિયાં ગાંમાં રે મા’રાજ

આપડે તો કુકડાઉડણ ઘેરાં રે મા’રાજ

હેમાંરે કરતાંમાં લાડી લીધી રે મા’રાજ

ઝેણી ઝેણી વેરણવા’ર પાડે રે મા’રાજ

પાડે પાડે માંદેળ ઘુમાવો રે મા’રાજ

સોરેરે દેવડાવો જંગી ઢોલ રે મા’રાજ

કામઠડી હાનારો વે’લો આવે રે મા’રાજ

બંદૂકનો હાનારો વે’લો આવે રે મા’રાજ

તરવારો હાનારો વે’લો આવે રે મા’રાજ

ઢાલડીઓ હાનારો વે’લો આવે રે મા’રાજ

કટારીઓ હાનારો વેલો આવે રે મા’રાજા

ધાડાની પીપેળેં ધાડુ ભેળુ રે મા’રાજ

પાંચે રે પાટીના ભાયોડ ભેળા રે મા’રાજ

એકે રે જુંઠીનાં અફીણ માંગો રે મા’રાજ

એકેરે બળદનો દારુ માંગો રે મા’રાજ

ઘુઘરી તે બાકળા ઓરાવો રે મા’રાજ

કોપે કોપે દારૂડા વહેંચાડો રે મા’રાજ

સાકે સાકે કુસેંબા વરતાવો રે મા’રાજ

ખોબે ખોબે બાકળા અલાડો રે મા’રાજ

કેનેક રે ખોબાને કેનેક ધોબાં રે મા’રાજ

દારૂડા પીધાને કુંવર સાચ્યા ઘોંસ્યા રે મા’રાજ

કોસેંબા પીધાઘેડિયા ઘોસ્યા રે મા’રાજ

ઊગતા દાડાની લડાઈ માંડી રે મા’રાજ

ઢાલડિયાંનાં ઢહોળાં છવાયાં રે મા’રાજ

બંદૂકોનો ઊડે ધમા રોળ રે મા’રાજ

તરવારોની વીજળી ઝબૂકે રે મા’રાજ

તીરાંવાળા વરહે ઝેણા મેઘ રે મા’રાજ

કટારીઓની ઊડે કટાકટી રે મા’રાજ

લોઈની તો નવી નદીઓ પડે રે મા’રાજ

હવાહેરનો કાંકરો તણાયો રે મા’રાજ

ડાંમાંરાંના સોરા મારી લીધા રે મા’રાજ

વેરાં વાળીને પાછા ફર્યા રે મા’રાજ

રસપ્રદ તથ્યો

લાડી લાવતાં લડાઈ થઈ તે વિષે

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 161)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, રતિલાલ નાથજી પાઠક.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959