wa’laman - Lokgeeto | RekhtaGujarati

વા’લમાં

wa’laman

વા’લમાં

ત્રાંબા પિત્તળ કેરી તોલડી રે વા’લમા,

માથે છે ઠંમકણી ઢાંકણી રે વા’લમા,

ઓર્યા છે જીરાસઈ ચોખા રે વા’લમા,

દીધાં છે દૂધ કેરાં ઓરણાં રે વા’લમા,

ધીમે તાપે રાંધણું રાંધજો રે વા’લમા,

ચોખ્ખું ચોખ્ખું કરીને રાંધજો રે વા’લમા,

ક્યો ભાઈ સવાદિયો જમશે રે વા’લમા,

ઘનશ્યામભાઈ સવાદિયો જમશે રે વા’લમા,

નવી ભાભી બેઠાં રાંધણી રે વા’લમા,

જમતાં જમતાં રાણીએ પૂછિયું રે વા’લમા,

સોળ સરાદ નવ નોરતાં રે વા’લમા,

દિવાળીને દન ઘેર આવશે રે વા’લમા,

ચકલી હોય તો ઉડાડજો રે વા’લમા,

પોપટ હોય તો પાળજો રે વા’લમા,

જેવો હોય સોપારીનો કટકો રે વા’લમા,

એવો ઘનશ્યામભાઈનો લટકો રે વા’લમા,

રસપ્રદ તથ્યો

નવરાત્રમાં નાની બાળાઓ ગાય છે એવું આ ગીત શારદાબેન ડોડીયા પાસેથી મળ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ {મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968