pawli - Lokgeeto | RekhtaGujarati

પાવલી

pawli

પાવલી

જમાજાર ફોજદાર, મુંકે ડેરે પગારજી રે પાવલી.

પગારમીંજા મું કડિયું ઘડાઈયું, કાંબિયું તે થઈ ઝૂંટાઝૂંટ;

જમાદાર, ફોજદાર, મુંકે ડેરે પગારજી રે પાવલી.

પગારમીંજા અસીં કપડાં સિલાયાં, મંડજીતાં થઈ લૂંટાલૂંટ;

જમાદાર, ફોજદાર, મુંકે ડેરે પગારજી રે પાવલી.

પગારમીંજા મું મે વસાઈ, દઈ દૂધાજી લૂંટાલૂંટ;

જમાદાર, ફોજદાર, મુંકે ડેરે પગારજી રે પાવલી.

પગારમીંજા મું ખેતરો ખેડાવ્યા, ધાનજી થૈ જુટાજુટ;

જમાદાર, ફોજદાર, મુંકે ડેરે પગારજી રે પાવલી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 86)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી (આ ગીત શ્રી અને શ્રીમતી લક્ષ્મીનારાયણ લાલજીભાઈ જોશી પાસેથી મળેલ.)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968