પારેવડાં
parewDan
ઊડો ઊડો મારા શ્રોવણ પારેવડાં,
ઊડી ફલાણા વેવાઈ ઘરે જાય રે.
ફલાણા વેવાઈનો બૈયર ચરકણ, મરકણ,
થોડો બોલે, ઘણેરો સોહાય રે.
રે ધ્રજણેજી બૈયર, ચરકણ, મરકણ,
થોડો બોલે, ઘણેરો સોહાય રે.
પાંચ પટે તે ઘાઘરે મોહે,
સડાણિયેજી ચેલ મચરકા ડે.
રે કસમસ તે કમખે મોય
સડાણિયેજો હૈયડો મચરકા ડે.
રે ધૂલ બાંધણ ચુનડી મોય,
સડાણિયેજો ઘૂંઘટો મચરકા ડે.
રે અણિયારી આંજણ મોય,
સડણિયેજો આંખ મચરકા ડે.
રે ગુજરાતી ટીલડી મોય,
સડાણિયેજો સિંધ મચરકા ડે.
રે ઘેંધરિયાળે ઘૂંઘણે મોય,
સડાણિયેજો ચોટલો મચરકા ડે.
પાતલિયે વેવાઈ મોય,
સડાણિયેજો સેજ મચરકા ડે.
uDo uDo mara shrowan parewDan,
uDi phalana wewai ghare jay re
phalana wewaino baiyar charkan, markan,
thoDo bole, ghanero sohay re
re dhrajneji baiyar, charkan, markan,
thoDo bole, ghanero sohay re
panch pate te ghaghre mohe,
saDaniyeji chel macharka De
re kasmas te kamkhe moy
saDaniyejo haiyDo macharka De
re dhool bandhan chunDi moy,
saDaniyejo ghunghto macharka De
re aniyari anjan moy,
saDaniyejo aankh macharka De
re gujarati tilDi moy,
saDaniyejo sindh macharka De
re ghendhariyale ghunghne moy,
saDaniyejo chotalo macharka De
pataliye wewai moy,
saDaniyejo sej macharka De
uDo uDo mara shrowan parewDan,
uDi phalana wewai ghare jay re
phalana wewaino baiyar charkan, markan,
thoDo bole, ghanero sohay re
re dhrajneji baiyar, charkan, markan,
thoDo bole, ghanero sohay re
panch pate te ghaghre mohe,
saDaniyeji chel macharka De
re kasmas te kamkhe moy
saDaniyejo haiyDo macharka De
re dhool bandhan chunDi moy,
saDaniyejo ghunghto macharka De
re aniyari anjan moy,
saDaniyejo aankh macharka De
re gujarati tilDi moy,
saDaniyejo sindh macharka De
re ghendhariyale ghunghne moy,
saDaniyejo chotalo macharka De
pataliye wewai moy,
saDaniyejo sej macharka De



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 101)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી, આ ગીત તારાબેન જોશી પાસેથી મળ્યું છે.))
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968