paniharinun geet - Lokgeeto | RekhtaGujarati

પનિહારીનું ગીત

paniharinun geet

પનિહારીનું ગીત

કૂવે પાણીડા કીં વિંઝાં? પવન તો લગે,

પવન તો લગે રે, નજર તી લગે—કૂવે.

[કૂવા પર પાણી ભરવા કેમ જાઉં? ત્યાં તો પવન લાગે છે. પવન લાગે છે અને નજર પણ લાગે છે. પાણી

ભરવા કેમ જાઉં?]

મુંજી વેણી વીંખાજે, પવન તો લગે,

મુંજા ફૂલડાં કરમાજે, નજર તી લગે—કૂવે.

[મારી માથાની વેણી વીંખાઈ જાય અને પવન લાગે છે. મારાં ફૂલડાં પણ કરમાઈ જાય છે. મને નજર લાગે

છે. કૂવે પાણી ભરવા કેમ જાઉં?]

મુંજી મેંદી ઝંખાજે, પવન તો લગે,

રતો રંગ રજોટાજે નજર તી લગે—કૂવે.

[મારી મેંદીનો રંગ ઝાંખો પડી જાય છે. પવન બહુ લાગે છે. રતાશ પર રજ ચડી જાય છે. નજર લાગે છે.

કૂવે પાણી ભરવા કેમ જાઉં?]

મુંજી ચેલ લચકાજે પવન તો લગે,

મુંજી હેલ કીં ભરાજે નજર તી લગે—કૂવે.

[મારી કમ્મર લચકાઈ જાય છે. પવન લાગે છે. હવે મારી હેલ શી રીતે ભરાય? મને તો નજર લાગે છે; હું

કૂવા પર પાણી ભરવા કેમ જાઉં?]

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 296)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, દુલેરાય કારાણી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957