hoko - Lokgeeto | RekhtaGujarati

હોકો

hoko

હોકો

હોકો હીરે જડ્યો રે, કે નાગર નંદલાલ રે,

મેર મોતી જડ્યા રે, કે નાગર નંદલાલ રે.

નાગજીભાઈ મેડીએ પોઢ્યા રે, કે નાગર નંદલાલ રે,

રાધાવઉં હુક્કો લાવો રે, કે નાગર નંદલાલ રે.

કે હુક્કો જડતો નથી રે, કે નાગર નંદલાલ રે,

નાગજીભાઈને રીસ ચડી રે, કે નાગર નંદલાલ રે.

પાંચસો પરોણા માર્યા રે, કે નાગર નંદલાલ રે,

છસો છડિયું મારી રે, કે નાગર નંદલાલ રે.

છાના ચુંટિયા પાડ્યા રે, કે નાગર નંદલાલ રે,

ઇંદુબાઈ દીવો ઝાલો રે, કે નાગર નંદલાલ રે.

ગોરીને કેટલું વાગ્યું રે, કે નાગર નંદલાલ રે.

ગોરીને ઘણું વાગ્યું રે, કે નાગર નંદલાલ રે,

કાંઠા તે ઘઉં દળાવો રે, કે નાગર નંદલાલ રે,

ધરાઉ ઘી મંગાવો રે, કે નાગર નંદલાલ રે,

શ્રીગામ ગોળ મંગાવો રે, કે નાગર નંદલાલ રે,

તેનો તે શીરો રંધાવો રે, કે નાગર નંદલાલ રે,

ગોરીને તે ખવરાવો રે, કે નાગર નંદલાલ રે,

કમળાબેન ઓરા આવો રે, કે નાગર નંદલાલ રે,

ગોરીને કોળિયો ભરાવો રે, કે નાગર નંદલાલ રે,

ગોરીને ભાવતું નથી રે, કે નાગર નંદલાલ રે,

મંજુલાબેન વેલણ લાવો રે, કે નાગર નંદલાલ રે,

ગોરીને કોળિયા ઘાલો રે, કે નાગર નંદલાલ રે.

રસપ્રદ તથ્યો

કચ્છની સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિમાં ગવાતું હોકાનું ગીત ‘ટપ્પા’ નામે ઓળખાય છે. માંડવો નાખ્યા પછી બધા માંડવા નીચે બેઠા હોય ત્યારે આ ગીત ગવાય છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968