ghughar bawo - Lokgeeto | RekhtaGujarati

ઘુઘર બાવો

ghughar bawo

ઘુઘર બાવો

વાલની દાળનું રાંધણું રે રાંધ્યું,

લાભશંકર વેવાઈનું પારણું રે બાંધ્યું.

હાલતાં ને ચાલતાં વેવાણ હીંચકા રે નાખે,

છૈયા, મૈયા, સૂઈ જા, નકર ઘુઘર બાવો આવશે,

ઘુઘર બાવો આવશે, તને હાઉ કરી બોલાવશે.

ફઈ તારી આવશે, ને નવું નામ નાખશે,

માસી તારી આવશે, ને ઝબલાં ટોપી લાવશે.

બેન તારી આવશે, રમકડાં લઈ આવશે,

છૈયા મૈયા સૂઈ જા, નકર ઘુઘર બાવો આવશે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ {મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી (નીચેનાં ફટાણાં ગીતો ભૂજનાં શ્રી. ભાનુમતીબેન જોશી પાસેથી મળ્યા છે.)}
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968