ગરબે રમવા આવો
garbe ramwa aawo
રાતી રાતી મોઈ મારા દિલિપભાઈ રે, મારે ગરબે રમવા આવો,
હું કેમ આવું મારી બોનડી, રે ગોરી છેડો ના મેલે,
ગોરી ને ઘડાવો વાદણ વીંછિયા રે, ગોરી સમઝમ ચાલે,
હાલે ને ચાલે બૈયર એકલાં રે, ભેગા કોકીલાબેન સોંઢાડો,
કોકીલાબેનને પગે સોનાના પાવલાં રે, ડોકે નવસેરો હાર,
હાર ટીંગાડો ઘરને ટોડલે રે પુત્ર પારણિયે પોઢાડો,
રાતી રાતી મોઈ, મારા દિલિપભાઈ રે, મારે ગરબે રમવા આવો,
rati rati moi mara dilipbhai re, mare garbe ramwa aawo,
hun kem awun mari bonDi, re gori chheDo na mele,
gori ne ghaDawo wadan winchhiya re, gori samjham chale,
hale ne chale baiyar eklan re, bhega kokilaben sonDhaDo,
kokilabenne page sonana pawlan re, Doke nawsero haar,
haar tingaDo gharne toDle re putr paraniye poDhaDo,
rati rati moi, mara dilipbhai re, mare garbe ramwa aawo,

નવરાત્રમાં નાની બાળાઓ ગાય છે એવું આ ગીત શારદાબેન ડોડીયા પાસેથી મળ્યું છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 95)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ {મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી (નીચેનાં ગીતો ભૂજનાં શ્રી. ભાનુમતીબેન જોશી પાસેથી મળ્યા છે.)}
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968