jugathaDun chhoDi melya - Lokgeeto | RekhtaGujarati

જૂગઠડું છોડી મેલ્ય

jugathaDun chhoDi melya

જૂગઠડું છોડી મેલ્ય

જૂગઠડું છોડી મેલ્ય, જૂગઠે કોઈ રમશો નહિ,

જૂગઠડું રમતાં, ઘોડો રે હાર્યા, હાર્યા સામાન સુધ્ધાં.

જૂગઠડું છોડી મેલ્ય, જૂગઠે કોઈ રમશો નહિ,

જૂગઠડું રમતાં, બળદ હાર્યા, હાર્યા છે ખેતી સુધ્ધાં.

જૂગઠડું છોડી મેલ્ય, જૂગઠે કોઈ રમશો નહિ,

જૂગઠડું રમતાં ઓરડા રે હાર્યા, હાર્યા છે ઓશરિયું સુધ્ધાં.

જૂગઠડું છોડી મેલ્ય, જૂગઠે કોઈ રમશો નહિ,

જૂગઠડું રમતાં, બૈરી રે હાર્યા, હાર્યા છે છોકરાં સુધ્ધાં.

જૂગઠડું........

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 145)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959