jobaniyun aaj awyun ne kalya jashe - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે

jobaniyun aaj awyun ne kalya jashe

જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે

જોબનિયું આજ આવ્યું ને કાલ્ય જાશે,

જોબનિયું કાલ્ય જાતું રે’શે.

જોબનિયાને માથાના અંબોડામાં રાખો, જોબનિયુંo

જોબનિયાને પાઘડીના આંટામાં રાખો, જોબનિયુંo

જોબનિયાને હરખના હિલોળામાં રાખો, જોબનિયુંo

જોબનિયાને હાથની હથેળીમાં રાખો, જોબનિયુંo

જોબનિયાને ઘાઘરાના ઘેરામાં રાખો, જોબનિયુંo

જોબનિયાને પગની પાનીમાં રાખો, જોબનિયુંo

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 267)
  • સંપાદક : હીરા રામનારાયણ પાઠક અને અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981