jalam jeew - Lokgeeto | RekhtaGujarati

જાલમ જીવ

jalam jeew

જાલમ જીવ

પાદરોડિયાં ખેતર રે, હરિનાં જલે ભર્યાં રે લોલ.

વાવી વાવી શાળ, વાવી મગ ને જવાર જો;

મોહને વવરાવી લવીંગ અલેચી રે લોલ.

વાડ્યેં વાવ્યો વાલોરિયાનો છોડ જો,

વાડાની વાલોર રે રાધા વીણતાં રે લોલ.

વાલોર વીણતાં ડસીયો કાળો નાગ જો,

લે’રડિયું આવે રે, જાલમ જીવને રે લોલ.

માડી, મોરી સૈયરને તેડાવો જો,

સૈયરને છેડે રે, કડવો લીંબડો રે લોલ.

ઓસડિયાં કંઈ વાટી ઘુંટી પાય જો,

ઝેરડિયાં ઉતરે રે, જાલમ જીવન રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968