ji re kuwane pawathDe lili lembuDi re - Lokgeeto | RekhtaGujarati

જી રે કૂવાને પાવઠડે લીલી લેંબુડી રે

ji re kuwane pawathDe lili lembuDi re

જી રે કૂવાને પાવઠડે લીલી લેંબુડી રે

જી રે કૂવાને પાવઠડે લીલી લેંબુડી રે,

જી રે લેંબુ આયા સોળ ને સાઠ;

મારા લેંબુ સાકર શેલડી રે! જી રે

કરસન વીરા લેંબુડા બે ચૂસ્ય.

તારા મખડામાં અમી રહેશે રે! જી રે

અમ્મર રહેશે મણી માની કૂખ;

જેની કૂખે કુંવર જલમિયા રે! જી રે

જી રે કૂવાને પાવઠડે લીલી લેંબુડી રે!

રાતી ડાંડી રાતો ગલનો છોડ જો,

એવી રાતી રે ડાંડીનો ડમરો બહુ ખીલ્યો.

સૈયર મોરી શેરી બોરી મેલ્ય જો,

એવો શેરીનો ચાલનારો હવડે આવશે.

રે મુરખડે હાથે શેરી બોરી જો,

એવા અબોલડા લીધા રે બાર બાર વરસના.

રાતી ડાંડી રાતો ગલનો છોડ જો,

એવી રાતી રે ડાંડીનો ડમરો બહુ ખીલ્યો.

સૈયર મોરી દાતણ લાવી મેલ્ય જો,

એવો દાતણનો કરનારો હવડે આવશે.

રે મુરખડે હાથે દાતણ લીધાં જો,

એવા અબોલડા લીધા રે બાર બાર વરસના.

રાતી ડાંડી રાતો ગલનો છોડ જો,

એવી રાતી રે ડાંડીનો ડમરો બહુ ખીલ્યો.

સૈયર મોરી નાવણ લાવી મેલ્ય જો,

એવો નાવણનો કરનારો હવડે આવશે.

રે મુરખડે હાથે નાવણ લીધાં જો,

એવા અબોલડા લીધા રે બાર બાર વરસના.

રાતી ડાંડી રાતો ગલનો છોડ જો,

એવી રાતી રે ડાંડીનો ડમરો બહુ ખીલ્યો.

સૈયર મોરી ભોજન લાવી મેલ્ય જો,

એવો ભોજનનો કરનારો હમણાં આવશે.

રે મુરખડે હાથે ભોજન લીધાં જો,

એવા અબોલડા લીધા રે બાર બાર વરસના.

રાતી ડાંડી રાતો ગલનો છોડ જો,

એવી રાતી રે ડાંડીનો ડમરો બહુ ખીલ્યો.

સૈયર મોરી પોઢણ લાવી મેલ્ય જો,

એવો પોઢણનો પોઢનારો હવડે આવશે.

રે મુરખડે હાથે પોઢણ કીધાં જો,

એવા અબોલડા લીધા રે બાર બાર વરસના.

રાતી ડાંડી રાતો ગલનો છોડ જો,

એવી રાતી રે ડાંડીનો ડમરો બહુ ખલ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 147)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જગદીશ ચાવડા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966