ઝીણું દળું તો ઊડી ઊડી જાય
jhinun dalun to uDi uDi jay
ઘંમ રે ઘંટી ઘમઘમ થાય, ઝીણું દળું તો ઊડી ઊડી જાય.
જાડું દળું તો કોઈ નવ ખાય. ઘમ.
મારા તે ઘરમાં સસરોજી એવા, હાલતા જાય, ચાલતા જાય,
લાપસીનો કોળિયો ભરતા જાય. ઘમ.
મારા તે ઘરમાં નણંદબા એવાં, નાચતાં જાય, કૂદતાં જાય,
રાંધી રસોઈયું ચાખતાં જાય. ઘમ.
મારા તો ઘરમાં દિયરજી એવા, રમતા જાય, કૂદતા જાય,
મારું ઉપરાણું લેતા જાય. ઘમ.
મારા તે ઘરમાં સાસુજી એવાં, વાળતાં જાય, બેસતાં જાય,
ઊઠતાં બેસતાં ભાંડત જાય. ઘમ.
મારા તે ઘરમાં પરણ્યાજી એવા, હરતા જાય, ફરતા જાય,
માથામાં ટપલી મારતા જાય. ઘમ.
ઘમ ઘંટી ઘમઘમ થાય, ઝીણું દળું તો ઊડી ઊડી જાય.
જાડું દળું તો કોઈ નવ ખાય.
ghanm re ghanti ghamgham thay, jhinun dalun to uDi uDi jay
jaDun dalun to koi naw khay gham
mara te gharman sasroji ewa, halta jay, chalta jay,
lapsino koliyo bharta jay gham
mara te gharman nanandba ewan, nachtan jay, kudtan jay,
randhi rasoiyun chakhtan jay gham
mara to gharman diyarji ewa, ramta jay, kudta jay,
marun upranun leta jay gham
mara te gharman sasuji ewan, waltan jay, bestan jay,
uthtan bestan bhanDat jay gham
mara te gharman paranyaji ewa, harta jay, pharta jay,
mathaman tapli marta jay gham
gham ghanti ghamgham thay, jhinun dalun to uDi uDi jay
jaDun dalun to koi naw khay

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો -૫ (પૃષ્ઠ ક્રમાંક 14)
- સંપાદક : ડૉ. મંજુલાલ ર. મજમુદાર, શ્રી બચુભાઈ રાવત, શ્રી મનુભાઈ જોધાણી, શ્રી દુલાભાઈ કાગ, શ્રી મેરુભા ગઢવી, શ્રી પુષ્કર ચંદરવાકર, શ્રી ચંદ્રકાન્ત વાઘેલા, શ્રી કનૈયાલાલ જોષી, શ્રી પ્રહ્લાદ પરીખ, સંપા. જોરાવરસિંહ ડી. જાદવ
- પ્રકાશક : ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966