jhinjhwo wawyo - Lokgeeto | RekhtaGujarati

ઝીંઝવો વાવ્યો

jhinjhwo wawyo

ઝીંઝવો વાવ્યો

ચકી ચકી, મેં તારા ખેતરમાં ઝીંઝવો વાવ્યો,

ઝીંઝવે ચડી જોઉં તો વીરોજી આવે,

આવો રે વીરા, વાત કરું, ક્યા દેશથી આવ્યો?

ઘૂઘરિયાળી વેલમાં લાડી વહુ આવે,

દૂધે ભરી ત્રાંબડી નવરાવતી આવે,

ખોરે ભરી ખારેકું ખવડાવતી આવે,

આવ રે વીરા વાત કહું, ક્યા દેશથી આવ્યો?

સારી રાંધુ લાપશી, માંહી સાકર ઝાઝી,

આદુ કેરીનો અથાડું, વીરા, માગી લેજો.

કંટોલાનો શાક વીરા, ભોજન કરજો.

ચકી ચકી, મેં તારા ખેતરમાં ઝિંઝવો વાવ્યો;

આવ રે વીરા વાત કરૂં, ક્યા દેશથી આવ્યો?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968