ઝેણ વાગે છે
jhen wage chhe
ઝેણ વાગે ઝેણ ઝટુકડી,
મેહુલા વરસે મેઘ; ઝેણ વાગે છે.
ફલાણા વેવઈ તારી ગોરડી,
ગઈ ગોવાળિયા સાથ; ઝેણ વાગે છે.
ફલાણા ભાઈ જોવા નીકળ્યા,
ફલાણાભાઈ લીધા સાથ; ઝેણ વાગે છે.
ભાઈ રે ગોવાળિયા વિનવું,
તેં દીઠી, મારી નાર? ઝેણ વાગે છે.
કેસી તમારી ગોરડી?
કેસડાં છે એંધાણ1? ઝેણ વાગે છે.
પગમાં જોડો ચીચાટિયો,
હાથમાં છે રૂમાલ; ઝેણ વાગે છે.
મુખ પાન એ ચાવતી,
એનાં અંબોડે એંધાણ; ઝેણ વાગે છે.
jhen wage jhen jhatukDi,
mehula warse megh; jhen wage chhe
phalana wewi tari gorDi,
gai gowaliya sath; jhen wage chhe
phalana bhai jowa nikalya,
phalanabhai lidha sath; jhen wage chhe
bhai re gowaliya winawun,
ten dithi, mari nar? jhen wage chhe
kesi tamari gorDi?
kesDan chhe endhan1? jhen wage chhe
pagman joDo chichatiyo,
hathman chhe rumal; jhen wage chhe
mukh pan e chawti,
enan amboDe endhan; jhen wage chhe
jhen wage jhen jhatukDi,
mehula warse megh; jhen wage chhe
phalana wewi tari gorDi,
gai gowaliya sath; jhen wage chhe
phalana bhai jowa nikalya,
phalanabhai lidha sath; jhen wage chhe
bhai re gowaliya winawun,
ten dithi, mari nar? jhen wage chhe
kesi tamari gorDi?
kesDan chhe endhan1? jhen wage chhe
pagman joDo chichatiyo,
hathman chhe rumal; jhen wage chhe
mukh pan e chawti,
enan amboDe endhan; jhen wage chhe



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 81)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી (આ ગીત શ્રી અને શ્રીમતી લક્ષ્મીનારાયણ લાલજીભાઈ જોશી પાસેથી મળેલ.)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968