jaw chho, jaw chho - Lokgeeto | RekhtaGujarati

જાવ છો, જાવ છો

jaw chho, jaw chho

જાવ છો, જાવ છો

જાવ છો, જાવ છો, જીતી મારું મન માને ત્યાં જાવ છો.

આવળ બાવળનાં દાતણ મેલી

તમે લીંબડાનું દાતણ ચાવશો;

તમે જૂઠડા સમ શીદ ખાવ છો...જીતી.

દાળભાત કેરી રસોઈ મેલીને

તમે સૂકેલાં ઢેબરાં ખાવશો...જીતી.

મંદિર સરીખી મેડીઓ મેલીને

તમે શીદને ઝૂંપડામાં જાઓ છો...જીતી.

રાધા સરીખી રાણીઓ મેલીને

તમે કૂબજાને અંગે સોવ છો...જીતી.

રસપ્રદ તથ્યો

(રખિયાલ જેઠાલાલની ચાલીની બહેનોએ આપેલું.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959