jashodaye joshi teDawiya - Lokgeeto | RekhtaGujarati

જશોદાએ જોશી તેડાવિયા

jashodaye joshi teDawiya

જશોદાએ જોશી તેડાવિયા

જશોદાએ જોશી તેડાવિયા, જોશી જુઓ રે જોશ!

કેવે નક્ષત્રે અવતર્યા?

રાત ઘડીને બહુ સમે, વીત્યો પ્રાતક્ષકાળ,

શમણું લાગ્યું રે મા’દેવનું.

શમણે હાથી ને ઘોડલા, શમણે ગરથ-ભંડાર,

છોરુ મ્હાલે રે કોઈ પેટવાં.

(તાલ બદલીને)

જશોદાનો કા’નજી રૂડો,

રાધાજીનો અખંડ ચૂડો.

એક દીને સમે,

કા’નો પારણામાં રમે,

તેને કોઈ તેડવા ના’વે,

સૂતો અંગૂઠડો ધાવે.

રસપ્રદ તથ્યો

હાલરડામાં પ્રત્યેક કડીને છેડે ‘ઓળોળોળો હાલ્ય...હાલાં’ બોલવાનું હોય છે. (છાપતી વખતે એ રાખ્યું નથી.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959